Life is always good...!!! You need a VISION to see it as it is...!!!
Showing posts with label Today's Life. Show all posts
Showing posts with label Today's Life. Show all posts

Wednesday, April 13, 2011

આજ ની જીંદગી.....!!!!


નાના-મોટાઓને કોમ્પ્યુટર પર બેસતા કરી દીઘા,

સેલ-ફોનપર શાકભાજી પણ વેચતા કરી દીઘા !



ટેક્નોલોજીતો ભઇ વઘી રહી છે જુઓ ચારે કોર,

ગુણાકાર ને ભાગાકાર બધાના ભૂલતા કરી દીધા !



સવારના પહોરમાં નિયમિત ન્હાવાનું જે છોડીને,

ઇમેલના સરોવરમાં ડૂબકી મારતા કરી દીધા !



ખાવાનો ચસ્કો બધાનો જુઓ વધતો જાય છે આજે,

સ્પેસમાં સુનીતાને પણ સમોસા ખાતા કરી દીધા !