Life is always good...!!! You need a VISION to see it as it is...!!!

Friday, May 27, 2011

દિલ પૂછે છે મારું, અરે દોસ્ત તું ક્યાં જાય છે?


દિલ પૂછે છે મારું, અરે દોસ્ત તું ક્યાં જાય છે?

જરાક તો નઝર નાખ, સામે કબર દેખાય છે.

ના વ્યવહાર સચવાય છે ના તહેવાર સચવાય છે. દિવાળી હોય કે હોળી બધું ઓફીસ માંજ ઉજવાય છે.

આ બધું તો ઠીક હતું પણ હદ તો ત્યાં થાય છે. લગન ની કંકોત્રી મળે ત્યાં શ્રીમંત માં માંડ જવાય છે.

દિલ પૂછે છે મારું, અરે દોસ્ત તું ક્યાં જાય છે?

૫ આંકડા ના પગાર છે પણ પોતાના માટે ૫ મિનીટ પણ ક્યાં વપરાય છે.

પત્ની નો ફોન ૨ મિનીટ માં કાપી પણ ક્લાયન્ટ નો ફોન ક્યાં કપાય છે.

ફોન બૂક ભરી છે મિત્રો થી, પણ કોઈ નાય ઘરે ક્યાં જવાય છે.

હવે તો ઘર ના પ્રસંગો પણ halfday માં ઉજવાય છે.

દિલ પૂછે છે મારું, અરે દોસ્ત તું ક્યાં જાય છે?

કોઈ ને ખબર નથી આ રસ્તો ક્યાં જાય છે,થાકેલા છે બધા છતાં  લોકો ચાલતા જ જાય છે.

કોઈક ને સામે રૂપિયા તો કોઈક ને ડોલર દેખાય છે.તમે જ કહો મિત્રો સુ આનેજ ઝીંદગી કહેવાય છે.

દિલ પૂછે છે મારું, અરે દોસ્ત તું ક્યાં જાય છે?


No comments: