Life is always good...!!! You need a VISION to see it as it is...!!!

Thursday, April 7, 2011

દીકરી...ભગવાનની એક અમૂલ્ય ભેટ છે. દીકરી એક એવો શબ્દ કે જે સાભળતાંની સાથે જ
દિલનાં ખુણે જાણે કે પોતાના પણાનો અહેસાસ કરાવી દે છે અને જ્યારે એ જ દીકરી
લગ્નનાં માંડવેથી વિદાય લે છે. ત્યારે આંખો ભરાઈ આવે છે. દીકરી કે જેને
જ્ન્મ આપનાર માતા તેને માત્ર જન્મ જ નથી આપતી પરતું પોતાની જ કુખે પોતે જ
અવતરી હોય એવી લાગણી અનુભવે છે. જયારે બીજી તરફ પિતા તો જાણે પોતાના નામને
આધરસ્તંભ મળ્યો હોય તેમ ઝૂમી ઉઠે છે. કહેવાય છે કે પિતાનો અઢળક પ્રેમ અને
માતાનું નિર્મળ વ્હાલ એકઠું થાય એ આકાશે ચડે તેની એક વાદળી બંધાય છે અને આ
વાદળી પોતાનામાં એકઠો કરેલો પ્રેમ અને લાગણી અમૃત સ્વરૂપે વરસે એનું નામ જ
દીકરી. જેના જીવનમાં માત્ર ત્યાગ, સમર્પણ જ છે અને લાગણીઓ તો જાણે એવો
સમુંદર ભર્યો છે કે જેમાં માત્ર ભરતી જ આવે છે એનાં પ્રેમમાં ક્યારેય ઓટ
આવતી જ નથી તેનું જીવન જ સંપૂર્ણ ત્યાગથી શોભતું હોય છે. એને ત્યાગમાં જ
આનંદ આવે છે અને આનંદ આવે એને જ ત્યાગ કહેવાય. એટલે જ તો કીધું છે કે દીકરી
વિદાયનો પ્રસંગ એ કરુણ મંગલ પ્રસંગ છે. દીકરી કે જેને બે નાનકડી આંખો છે
જેનાથી એ આ સમસ્ત દુનિયા નિહાળવાનો પ્રયત્ન કરે છે.આમ તેમ ચારેકોર હું
ક્યાં છું? આ બધા કોણ છે અને એટલામાં જ માતા તેને ખોળામાં લે છે અને કહે છે
બેટા હું તારી મા. પિતા તેના નાનકડા હાથમાં લઈને તેને નિહાળે છે તેની સાથે
રમવાનો પ્રયત્ન કરે છે તેના હાથની હથીળી ખોલવાનો પ્રયત્ન કરે છે પરતું
દીકરી તો હથળી ખોલતી જ નથી જાણે કે એ એમ કહેતી હોય કે હું મુઠી નહીં ખોલું.
આ મુઠીમાં હું મારું નસીબ લઈને આવી છું, એને હું આમ ન બતાવું. આપણા કુળની
લાજને આમ જ હું જન્મભર સાચવીશ. મિત્રો કહેવાય છે ને કે દીકરી મોટી થતા વાર
ક્યા લાગે છે અને સાચી વાત છે એના ઉછેરની પળે પળે જાણે કે લાહવો મળ્યો હોયં
એમ લાગે છે. એ આનંદી પ્રેમાળ હસતી કુદતી રમતી ઉગતી આવે છે.નાનકડી ૧ વર્ષની
પછી ૨ વર્ષ ૧૧ વર્ષ ૨૧ વર્ષ અને ૨૩ વર્ષ જાણે કે આંખના પલકારામાં અચાનક જ
દીકરી મોટી યુવતી બની ગઈ હોય એવું લાગવા માડે છે. એ દીકરી જે કાલ સુધી આપણી
હતી તે અચાનક પારકી થઈ જવાની એ વેળા એ માતા પિતા પોતાની દીકરી ને જોવે છે
ત્યારે એમના હૈયામાથી એક સવાલ ઉઠે છે. શું આ એજ દીકરી છે કે જેને અમે બોલતા
ચાલતા શીખ્વ્યુ? જેને સારા ખોટા ની સમજ આપી. જેની ખુશીમાં ખુશ અને દુ:ખમાં
અમે દુ:ખી થતા હતા અને હવે આ બધી ભાવનાઓમાં ભાગીદાર થનાર કોઈ આવી ગયું.પણ
જાણે આ બધી જ ભાવનાઓની આદેખાઇ કરી માતા પીતા તેમની દીકરીને પરણાવવા તેના
જીવન સાથીની શોધ કરે છે. બસ હવે થોડા દિવસની મહેમાન બની રહે છે આ દીકરી. આ
રહી ગયેલી પળોને માતાપીતા હસતા મોઢે અને ચીંતીત માનસે જોતા રહે છે. પણ સમય
જતા વાર ક્યાં લાગે છે? એ સમય આવી ગયો જ્યારે દીકરીને દુલ્હન બનાવીને વિદાય
કરવી પડશે અને સાચેજ લગ્નવિધીમાં જયારે કન્યાદાન કરતી વેળાએ જ્યારે પિતા
પોતાની લાડકવાયી દીકરીનો હાથ તેના થનાર જીવનસાથી ના હાથમાં સોંપે છે એ
વેળાએ જાણે એમ કહેતા હોય કે ભાઈ હું મારા કાળજાનો કટકો તને સોંપી રહ્યો છું
તેને સાચવજે સંભાળજે અને હસતા મુખે અને રડતા હૃદયે તેને સાસરે વિદાય કરે
છે.મિત્રો આપણી ભારતીય સંસ્કૃતિમા સમર્પણ છે ત્યાગ છે અને એવું જો ત્યાગનું
પાત્ર હોય તો તે દીકરી છે. આપણે ત્યાં એમ કહેવાય છે કે જે પોતાના ઘરમા
દીવો કરે એને દીકરો કહેવાય.દીકરો બે કુળને તારે છે બાપનાં કુળને અને
મોસાળના કુળને પણ દીકરી તો ત્રણ કુળને તારે છે બાપના,મોસાળના અને
સાસરાના...પોતાના માતા પિતા ના સપના અને એમની લાજ આબરુ રાખે એ
દીકરી પોતાના માતા પિતા માટે એક દીકરા સમાન હોય છે ...Credits : Sahdev Chauhan

No comments: