Life is always good...!!! You need a VISION to see it as it is...!!!

Sunday, April 10, 2011

જીવન જીવવાની કળા..!!


એક કારીગર હતો. પોતાના શેઠને કહે, ‘હવે હું નિવૃત્ત થવા માગું છું અને મારું પોતાનું ઘર બનાવી રહેવા માગું છું.
શેઠ કહે : સારું, પણ હવે આ એક જ મકાન બનાવવાનું છે, તે પૂરું થયા પછી ભલે તું નિવૃત્ત થજે.કારીગરે કમને તે વાત સ્વીકારી અને કમને કામ શરૂ કર્યું. કામમાં તેણે દિલ પરોવ્યું નહીં અને આખાય કામની ગુણવત્તા ખૂબ નબળી રહી. જેમ તેમ વૈતરું કરીને તેણે કામ પૂરું કર્યું અને શેઠ તે જોવા આવ્યા.
શેઠ કહે : આ ઘર હવે આજથી તારું. મારા તરફથી તને આ નાનકડી ભેટ.પેલો કારીગર તો અવાક થઈ ગયો. તેણે તો આવું ધારેલું જ નહીં ! તેને ઘણો પસ્તાવો થયો. તેને થયું : જો મને ખબર હોત કે આ ઘર મારા માટે બની રહ્યું છે તો તેમાં મેં સારો માલસામાન વાપર્યો હોત અને કાળજીથી બાંધ્યું હોત.’ ‘પોતાનાપણું’, ‘મારાપણુંનીકળી જાય પછી કામ તકલાદી જ થાય...!!!

No comments: